એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉદાહરણ - ભારત
આપડે લોકો જે ભારત દેશ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેનું એક કારણ એ છે કે અહીં વિવિધતા હોવા છતાં એકતા છે. આપડા દેશમાં કેટલા બધા લોકો વિવિધ ધર્મો પાળે છે તે તેમનો વ્યક્તિગત વિષય છે, તે તેમનું ગર્વ છે, તે તેમની શ્રદ્ધા છે. પરંતુ આ વિવિધ ધર્મો પાળતો સમાજએ આજ આઝાદી ના 75 વર્ષ પછી કેવો છે એનો એક નાનકડો કિસ્સો મારી નજરે પડેલ જે હવે આપની નજર સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે.
આપડે બધા કોઈ ને કોઈ ધર્મ, સમાજ, સંસ્કૃતી નાં માણસો છીએ કોઈ કહે છે હું હિંદુ છું કોઈ મુસલમાન, કોઈ બોદ્ધ, તો કોઈ સિખ, ઈસાઈ બધાનાં ધર્મો અલગ છે. બધાની પ્રાથનાની રીતો અલગ છે. પરંતુ તો પણ આપણે આ દેશ ઉપર ગર્વ લઈએ છીએ કે અહીં આટલી બધી વિવિધતા હોવા છતાં એકતા છે. શું આ સાચી વાત છે ? જો મને કોઈ આવો પ્રશ્ન કરે તો મારો જવાબ છે હા. અને હા તો એ કઈ રીતે એ પ્રશ્ન થવો સ્વભાવિક છે. અને એવા બધા પ્રશ્નોનાં જવાબ એ એક કિસ્સા દ્વારા જણાવીશ.
લગભગ 5 - 7 દિવસ પહેલા અમદાવાદ થી પોરબંદર જતા રસ્તા માં હું ઊંઘી ગયો થોડા સમય બાદ જ્યારે આંખ ખુલી તો બારી થી એક દ્રશ્ય આંખે પડ્યું એક BAPS નાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર ની 7 ટોંચ ઉપર ભારત દેશનો રાષ્ટ્ર ધ્વજ લહેરાતો હતો. પછી તો ફોટો પાડવાનુ ઘણું ખરું મન તો થયું પરંતુ એટલામાં બસ આગળ ચાલી નીકળી હવે મનમાં એક આ વિષયે પ્રવેશ લીધો કે એવા કેટલા ધાર્મિક સ્થળો છે જ્યાં પોતાના ધર્મ ના ધ્વજની સાથે રાષ્ટ્ર ધ્વજ ફરકી રહ્યો છે. અને આ માહિતી ચોંકાવનારી હતી. ઘણા મંદિરો, મસ્જિદો, અને બીજા ધાર્મિક સ્થળો એ પણ રાષ્ટ્ર ધ્વજ ને લહેરાતો જોઈ ને ગર્વ અનુભવી રહ્યો હતો. હવે કોઈ મને પ્રશ્ન કરે કે ભારત દેશ માં વિવિધતા માં એકતા કઈ રીતે છે તો આ રહ્યો મારો અનુભવ આના આધારે ગર્વ થી કહી શકું કે હા મારા દેશ માં એકતા છે. અલગ - અલગ ધર્મ પાળતા લોકો એ પોતાના ધર્મ ની પહેલા રાષ્ટ્ર ને પોતાનો ધર્મ માને છે.
લાગે છે કે ડો. બાબા સાહેબ આંબેડકરનાં વિચાર
"We are Indians, firstly and lastly." પર આજે આપણે ખરા ઉતર્યા છીએ એ બદલ ગર્વ અને હર્ષ ની લાગણી છે.
1 Comments
Very true.
ReplyDelete