ગુજરાત વિદ્યાપીઠ ના નિયમ અનુસાર ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગના ભાગરૂપે કોઈ એક કામમાં જોડાવાનું હોય છે. તેમાં કાંતણ પણ આવે અને પરિસર જાળવણી જેવા વિષયો પણ આવે. વિદ્યાર્થીઓ પોતાના દિલથી પોતાના અભ્યાસના ભાગરૂપે તે વિષયોને પૂરતો ન્યાય આપવાની કોશિશ કરતા હોય છે, તેવી જ રીતે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વર્ષ એકના વિદ્યાર્થીઓ ને ઉદ્યોગના ભાગરૂપે પરિસર જાળવણી ફાળવવામાં આવેલ છે જેમાં અભુભાઈ રબારી (ગુજરાત વિદ્યાપીઠ પરિસર જાળવણી વિભાગ અધ્યક્ષ) ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પરિસરની જાળવણીની સાથે- સાથે વિદ્યાપીઠના અનેક મુદ્દાઓ વિશે વિચાર વિમર્શ કરતા હોય છે.
આજરોજ પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વર્ષ એકના વિદ્યાર્થીઓ દ્વારા અભુભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન કે જ્યાં દેશ-વિદેશની કેટલીક ભાષાઓ શીખવવામાં આવે છે અને બોલતા કરવામાં આવે છે. તે વિભાગની બહાર કેટલાક સમયથી જુના ફર્નિચર અને બીજો કેટલો વધારાનો સમાન અને કચરો પડ્યો રહેતો હતો તેનો યોગ્ય નિકાલ અને તે સ્થાનની સુંદર સફાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે આનંદ છે કે તેઓ કોઈ પણ શરમ કે સંકોચ વિના આવા કામોમાં આગળ આવે છે. અને આમ જોવા જતા આજ સાચું શિક્ષણ છે.
સફાઈ કરતાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વર્ષ 1 ના વિદ્યાર્થીઓ / છબી - ભાર્ગવ મકવાણા
સફાઈ થયા બાદની છબી - ભાર્ગવ મકવાણા
0 Comments